information about education, technology and other interesting fact.

Breaking

Thursday, December 6, 2018

ગુજરાત રાજ્ય માં લોકરક્ષક દળ ની પરીક્ષા રદ્દ

               
             ગુજરાત રાજ્ય માં તારીખ 2/12/2018 ના રોજ પોલીસ કોન્સ્ટેબલની 9713 પદો માટે ની લેખિત પરીક્ષા રાજ્ય પોલીસ ભરતી બોડૅ દ્વારા યોજવામાં આવી હતી. તે દરમિયાન ભરતી બોડૅ ના ચેરમેન શ્રી વિકાસ સહાય ને પેપર લીક થયા ની જાણ થતા તેમને લોકરક્ષક ની ભરતી પરીક્ષા મોકૂફ રાખવા નો નિર્ણય લીધો હતો. જેથી વરસો થી મહેનત કરી રહેલા વિદ્યાર્થીઓ ને અન્યાય નો થાય. ત્યાર બાદ ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ કરતા પેપર લીક કરનાર અસામાજિક તત્વો ની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી હતી. પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે લોકરક્ષક ની ભરતી પરીક્ષા નું પેપર દિલ્હી થી લીક કરવામાં આવ્યુ છે.
લોકરક્ષક દળ ની પરીક્ષા રદ્દ
પરીક્ષા રાખવામાં આવી મોકૂફ 
     
           લોકરક્ષક દળ ની ભરતી પરીક્ષા નું પેપર લીક કરવામાં કેટલાક અસામાજિક તત્વો ની ધરપકડ ગાંધીનગર પોલીસ દ્વારા  કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી યશપાલસિહ સોલંકી, પી.વી.પટેલ , રૂપલ શર્મા, મુકેશ ચૌધરી તેમજ મનહર પટેલ ના નામ તપાસ દરમિયાન જાણવામા આવે છે. 
           
 લોકરક્ષક દળ ની ભરતી પરીક્ષા સંભવિત તારીખ 6/01/2019  ના રોજ યોજાઈ શકે તેવી શક્યતા છે.

No comments:

Post a Comment